Posts

' રાત અકેલી હે ' , નવાઝુદ્દીન કી ઈસ ફિલ્મ મે સટકેલી હૈ.

રાત અકેલી હૈ :  કાળા મરી, અજમા , હીંગ અને ચણાનો લોટ વિગેરે શ્રેષ્ઠ સામગ્રી નાખીને તૈયાર કરેલા અને એમાંય વળી સૌથી જૂના કારીગરનું હાથે પાડેલા ફાફડા ને કાચા તેલમાં તળી નાખો એવી કાચા ફાફડા જેવી ફિલ્મ... " एक बलात्कारी दिन, आया, आके बीत गया। बच्चियों तक को न बख्शा इन वहशी दरिंदों ने। खुदा शायद हार गया, शैतान जीत गया॥ " આપણા ભારતમાં યુ.પી. , ગુંડારાજ અને હત્યાઓ  સમાનાર્થી જેવા થઈ ગયા છે. આ ફિલ્મ પણ typical યુપી બેકગ્રાઉન્ડ પર જ આધારિત છે. એની એજ હત્યાઓ ,  એના એજ રાજકારણી અને એના એજ ગુંડાઓ . હવે તો આજુબાજુમાં મંગળ અને ગુરુ ગ્રહ માંથી પણ ફોન કરીને  પૂછી રહ્યા છે કે આ કાનપુર અને મિર્ઝાપુર ક્યાં આવ્યાં. અને #મિર્ઝાપુરનો બીજો ભાગ આવશે કે નહીં. હાલ વાત થઇ રહી છે #OTT પ્લેટફોર્મ #netflix પર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ " રાત અકેલી હૈ " ની.  ફિલ્મની વાર્તા ની શરૂઆત એક હત્યાથી થાય છે. અને હત્યા થઈ છે કાનપુરના એક શક્તિશાળી વ્યક્તિની. અને આ કેસને સોલ્વ કરવા માટે ઇન્સ્પેક્ટર જટિલ યાદવ ( નવાજુદ્દીન સિદ્દીકી ) રણમેદાનમાં આવે છે. હત્યા કરવા માટે શંકાની સોય ઠાકુર રઘુવીર સિંહ ની પરાણે...

આપણા સમાજ માં સ્ત્રી અને એના અસ્તિત્વ વિશે વાત

" भटकते देखा है उनको नीची गलियों में जो लोग शहर के ऊँचे घराने वाले हैं। " એક વાર એક ગામ ના શ્રેષ્ઠીઓ ( કહેવાતા ભદ્ર લોકો ) એક સાથે ગામ છોડીને જતા રહયા કેમકે સાંભળવા મળ્યું હતું કે એ ગામની ગણિકા આત્મકથા લખવા જઈ રહી હતી.  બસ આટલી પ્રસ્તાવના સાથે મારે #Netflix પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ બુલબુલની વાત કરવી છે. સમગ્ર દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં હજારો વર્ષોથી સ્ત્રી તત્વ નું શોષણ થતું આવ્યુ છે અને આવનારા હજારો વર્ષો સુધી થતું રહેશે ભલે ભારતીય સમાજ ગમે એટલો #civilized અને #Modern હોય. બુલબુલ ફિલ્મ પણ આજ શોષણ ની વાત કરે છે પણ અહીં થોડીક અલગ વાત છે. બુલબુલ માં સ્ત્રી માત્ર શોષણ નો ભોગ બનીને સહન નથી કરતી , કે નથી આત્મહત્યા કરતી , અહીં બુલબુલ પોતાનું શોષણ કરનારા એક એક ભેડિયા નો શોધી શોધી શિકાર કરે છે , ભક્ષણ કરે છે. આ બુલબુલ પહેલા ઘા ઝીલે છે. પછી ઘા ને રુજાવે છે ને પછી પોતાના શરીર પર પડેલા એક એક ઘા નું વેર લે છે. સોઈઝાટકીને લે છે.  બુલબુલ એ એક પાત્ર નથી. બુલબુલ સાક્ષાત કાલિકા છે  બુલબુલ લોહીની પ્યાસી એક જ્વાળા છે. બુલબુલ એક બળવો છે . બુલબુલ એક અગન પીપાસા છે. બુલબુલ એક વેરની ...