આપણા સમાજ માં સ્ત્રી અને એના અસ્તિત્વ વિશે વાત
" भटकते देखा है उनको नीची गलियों में जो लोग शहर के ऊँचे घराने वाले हैं। " એક વાર એક ગામ ના શ્રેષ્ઠીઓ ( કહેવાતા ભદ્ર લોકો ) એક સાથે ગામ છોડીને જતા રહયા કેમકે સાંભળવા મળ્યું હતું કે એ ગામની ગણિકા આત્મકથા લખવા જઈ રહી હતી. બસ આટલી પ્રસ્તાવના સાથે મારે #Netflix પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ બુલબુલની વાત કરવી છે. સમગ્ર દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં હજારો વર્ષોથી સ્ત્રી તત્વ નું શોષણ થતું આવ્યુ છે અને આવનારા હજારો વર્ષો સુધી થતું રહેશે ભલે ભારતીય સમાજ ગમે એટલો #civilized અને #Modern હોય. બુલબુલ ફિલ્મ પણ આજ શોષણ ની વાત કરે છે પણ અહીં થોડીક અલગ વાત છે. બુલબુલ માં સ્ત્રી માત્ર શોષણ નો ભોગ બનીને સહન નથી કરતી , કે નથી આત્મહત્યા કરતી , અહીં બુલબુલ પોતાનું શોષણ કરનારા એક એક ભેડિયા નો શોધી શોધી શિકાર કરે છે , ભક્ષણ કરે છે. આ બુલબુલ પહેલા ઘા ઝીલે છે. પછી ઘા ને રુજાવે છે ને પછી પોતાના શરીર પર પડેલા એક એક ઘા નું વેર લે છે. સોઈઝાટકીને લે છે. બુલબુલ એ એક પાત્ર નથી. બુલબુલ સાક્ષાત કાલિકા છે બુલબુલ લોહીની પ્યાસી એક જ્વાળા છે. બુલબુલ એક બળવો છે . બુલબુલ એક અગન પીપાસા છે. બુલબુલ એક વેરની ...