આપણા સમાજ માં સ્ત્રી અને એના અસ્તિત્વ વિશે વાત



" भटकते देखा है उनको नीची गलियों में
जो लोग शहर के ऊँचे घराने वाले हैं। "

એક વાર એક ગામ ના શ્રેષ્ઠીઓ ( કહેવાતા ભદ્ર લોકો ) એક સાથે ગામ છોડીને જતા રહયા કેમકે સાંભળવા મળ્યું હતું કે એ ગામની ગણિકા આત્મકથા લખવા જઈ રહી હતી. 

બસ આટલી પ્રસ્તાવના સાથે મારે #Netflix પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ બુલબુલની વાત કરવી છે. સમગ્ર દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં હજારો વર્ષોથી સ્ત્રી તત્વ નું શોષણ થતું આવ્યુ છે અને આવનારા હજારો વર્ષો સુધી થતું રહેશે ભલે ભારતીય સમાજ ગમે એટલો #civilized અને #Modern હોય. બુલબુલ ફિલ્મ પણ આજ શોષણ ની વાત કરે છે પણ અહીં થોડીક અલગ વાત છે. બુલબુલ માં સ્ત્રી માત્ર શોષણ નો ભોગ બનીને સહન નથી કરતી , કે નથી આત્મહત્યા કરતી , અહીં બુલબુલ પોતાનું શોષણ કરનારા એક એક ભેડિયા નો શોધી શોધી શિકાર કરે છે , ભક્ષણ કરે છે. આ બુલબુલ પહેલા ઘા ઝીલે છે. પછી ઘા ને રુજાવે છે ને પછી પોતાના શરીર પર પડેલા એક એક ઘા નું વેર લે છે. સોઈઝાટકીને લે છે. 

બુલબુલ એ એક પાત્ર નથી. બુલબુલ સાક્ષાત કાલિકા છે
 બુલબુલ લોહીની પ્યાસી એક જ્વાળા છે. બુલબુલ એક બળવો છે . બુલબુલ એક અગન પીપાસા છે. બુલબુલ એક વેરની આગ છે. બુલબુલ સમગ્ર સ્ત્રી જાતના આક્રોશ ની તલવાર છે. બુલબુલ ખુન ની ખંજર છે. એ સ્ત્રીના શરીર  માત્ર રમકડું માનતા સમાજ માટે એક ચિનગારી છે. અને આ ચીંગારી સદાય દઝાડતી રહેશે. જ્યાં સુધી સ્ત્રી ને ચૂંથવાનું શરૂ રહેશે ત્યાં સુધી કાલિકાઓ જન્મતી રહેશે. પછી ભલે પુરુષ પ્રધાન સમાજ એને ચુડેલ કહે , કુળટા કહે કે કાળમુખી કહે.

बोल कि लब आज़ाद हैं तेरे
बोल ज़बाँ अब तक तेरी है

तेरा सुत्वाँ जिस्म है तेरा
बोल कि जाँ अब तक तेरी है

फ़ैज़ अहमद फ़ैज़

-

#મોટા_ખોરડાની_મોટી_વાતું
#સમાજ_નો_સડો
#લોહીજાણ_ભેડિયાવ
#કાલિકા_નામેં_બુલબલ
#Rajesh_jani
#long_article

Comments

Post a Comment

Popular posts from this blog

' રાત અકેલી હે ' , નવાઝુદ્દીન કી ઈસ ફિલ્મ મે સટકેલી હૈ.