' રાત અકેલી હે ' , નવાઝુદ્દીન કી ઈસ ફિલ્મ મે સટકેલી હૈ.

રાત અકેલી હૈ

કાળા મરી, અજમા , હીંગ અને ચણાનો લોટ વિગેરે શ્રેષ્ઠ સામગ્રી નાખીને તૈયાર કરેલા અને એમાંય વળી સૌથી જૂના કારીગરનું હાથે પાડેલા ફાફડા ને કાચા તેલમાં તળી નાખો એવી કાચા ફાફડા જેવી ફિલ્મ...

" एक बलात्कारी दिन, आया, आके बीत
गया।

बच्चियों तक को न बख्शा इन
वहशी दरिंदों ने।

खुदा शायद हार गया, शैतान जीत
गया॥ "

આપણા ભારતમાં યુ.પી. , ગુંડારાજ અને હત્યાઓ  સમાનાર્થી જેવા થઈ ગયા છે. આ ફિલ્મ પણ typical યુપી બેકગ્રાઉન્ડ પર જ આધારિત છે. એની એજ હત્યાઓ ,  એના એજ રાજકારણી અને એના એજ ગુંડાઓ . હવે તો આજુબાજુમાં મંગળ અને ગુરુ ગ્રહ માંથી પણ ફોન કરીને  પૂછી રહ્યા છે કે આ કાનપુર અને મિર્ઝાપુર ક્યાં આવ્યાં. અને #મિર્ઝાપુરનો બીજો ભાગ આવશે કે નહીં. હાલ વાત થઇ રહી છે #OTT પ્લેટફોર્મ #netflix પર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ " રાત અકેલી હૈ " ની. 

ફિલ્મની વાર્તા ની શરૂઆત એક હત્યાથી થાય છે. અને હત્યા થઈ છે કાનપુરના એક શક્તિશાળી વ્યક્તિની. અને આ કેસને સોલ્વ કરવા માટે ઇન્સ્પેક્ટર જટિલ યાદવ ( નવાજુદ્દીન સિદ્દીકી ) રણમેદાનમાં આવે છે. હત્યા કરવા માટે શંકાની સોય ઠાકુર રઘુવીર સિંહ ની પરાણે પત્ની બનેલી રાધા નામની એક યુવાન  પરંતુ ગણિકા સ્ત્રી ઉપર તકાય છે. ઇન્સ્પેક્ટર જટિલ યાદવ ધીમે ધીમે આ રાધા ( રાધિકા આપ્ટે ) ના પ્રેમ માં પળોતાટા જાય છે. અને એક બાજુ ઇન્સ્પેક્ટર ની તપાસથી પરેશાન થઈને ઠાકુર ના પરિવારજનો ધારાસભ્ય મુનારાજ ને ફરિયાદ કરે છે. અને મુન્ના રાજ એસએસસી લાલજી શુક્લાને ને યાદવ ની ફરિયાદ કરે છે. ( એક ગણતરી મુજબ આ પ્રકારની સ્ટોરી ધરાવતી બોલિવૂડમાં ૩૨ લાખ અને સાઉથમાં ૬૪ લાખ ફીલ્મો બની ગઈ છે. ) 

ધીમે ધીમે વાર્તા અને સસ્પેન્સ આગળ વધે છે. અને પાંચ વર્ષ પહેલા ઠાકુર ની પત્ની અને ડ્રાઈવરની થયેલી હત્યા સાથે આ ઘટના ના તાણા-વાણા જોડાય છે. સસ્પેન્સ ની સાથે-સાથે ફિલ્મના રાઈટરે રાધિકા ના પાત્ર દ્વારા એક સ્ત્રીના અસ્તિત્વ , એક સ્ત્રીના શોષણ અને સ્ત્રીની વેદના ની રજૂઆત પણ કરી છે. એ આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. 

સંપત્તિ , સેક્સ , શોષણ ની આજુબાજુ આ ફિલ્મ ઘૂમ્યા કરે છે. ફિલ્મમાં સસ્પેન્સ પણ ટાઈફોડ થઈ ગયા પછી માણસ નબળો પડી જાય એવું નબળા પ્રકારનું લાગે છે. નવાજુદ્દીન જેવો માંધાતા કલાકાર તમારી ફિલ્મ કરતો હોય ત્યારે તેને નબળો ડાયલોગ કે નબળો screenplay આપવો એ પણ મહાપાપ ગણાય છે શાસ્ત્રમાં. છેલ્લે છેલ્લે ઠાકુરના શોષણનો ભોગ બનેલી તેના પરિવારની જ કન્યાએજ  તેની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થઈ જાય છે અને આમ ફિલ્મ પુરી થાય છે. જેટલા ગ્રામ ,દુઃખ વિભીષણ ને એના ભાઈ રાવણના મૃત્યુ સમયે થાય છે , મને પણ એટલા ગ્રામ આશ્ચર્ય ફિલ્મના અંતે સસ્પેન્સ ખુલતા સમયે થાય છે.

ફેસબુકના રેગ્યુલર રિડરીયાવ ને જાણ કે અમોના કન્યા આર્ટીકલ વાંચવા મારા બ્લોગ મા આંટો મારો

Comments

Post a Comment

Popular posts from this blog

આપણા સમાજ માં સ્ત્રી અને એના અસ્તિત્વ વિશે વાત